નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  દેશવાસીઓને મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમ દ્વારા સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે હું આજે આ 75મા કાર્યક્રમ વખતે સૌથી પહેલા તો મન કી બાતને સફળ અને સમૃદ્ધ બનાવવા માટે અને તેની સાથે જોડાયેલા રહેવા માટે દરેક શ્રોતાઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યું કે વર્ષ 2014માં વિજયાદશમીના દિવસથી મન કી બાત કાર્યક્રમની શરૂઆત થઈ. પરંતુ એવું લાગે છે કે આ કાલની જ વાત છે. આ 75 એપિસોડ દરમિયાન કેટ કેટલા વિષયોમાંથી પસાર થયા. ક્યારેક નદીની વાત, ક્યારેક હિમાલયની ચોટીઓની વાત, ક્યારેક રણ તો ક્યારેક કુદરતી આફત, માનવ સેવાની અગણિત કથાઓની અનુભૂતિ, ક્યારેક ટેક્નોલોજીનો આવિષ્કાર તો ક્યારેક અજાણ્યા ખુણામાં કઈક નવું કરી દેખાડનારા કોઈ વ્યક્તિના અનુભવની કથા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઝાદીનો અમૃત મહોત્સવ
પીએમ મોદીએ કહ્યું કે મોટો સુખદ સંયોગ છે કે આજે મને 75મી મન કી બાત કરવાની તક મળી અને આ મહિનો આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવના પ્રારંભનો પણ મહિનો છે. અમૃત મહોત્સવ દાંડી યાત્રાના દિવસથી શરૂ થયો અને 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે. અમૃત મહોત્સવ સંલગ્ન કાર્યક્રમ સમગ્ર દેશમાં સતત થઈ રહ્યા છે. અલગ અલગ જગ્યાઓથી આ કાર્યક્રમની તસવીરો, જાણકારીઓ લોકો શેર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કોઈ સ્વાધિનતા સેનાનીની સંઘર્ષગાથા હોય, કોઈ સ્થાનનો ઈતિહાસ હોય, દેશની કોઈ સાંસ્કૃતિક કહાની હોય, અમૃત મહોત્સવ દરમિયાન તમે તેને દેશની સામે લાવી શકો છો. દેશવાસીઓને તેની સાથે જોડવાનું માધ્યમ બની શકો છો. 


જનતા કર્ફ્યૂ દુનિયા માટે અચરજ બન્યો-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ગત વર્ષે આ માર્ચ મહિનો જ હતો કે દેશે પહેલીવાર જનતા કર્ફ્યૂ શબ્દ સાંભળ્યો. પરંતુ આ મહાન દેશની મહાન પ્રજાની મહાશક્તિનો અનુભવ જુઓ, જનતા કર્ફ્યૂ સમગ્ર વિશ્વ માટે એક અચરજ બની ગયો. અનુશાસનનું આ અભૂતપૂર્વ ઉદાહરણ હતું આવનારી પેઢીઓ આ એક વાતને લઈને જરૂર ગર્વ કરશે. એજ પ્રકારે આપણું કોરોના વોરિયર્સ પ્રત્યે સન્માન, આદર, થાળી વગાડવી, તાળી વગાડવી, દીવડા પ્રગટાવવા...તમને અંદાજો નથી કે કોરોના વોરિયર્સના મનને કેટલું બધુ સ્પર્શી ગયું હતું આ બધુ અને આ જ કારણ છે કે તેઓ આખું વર્ષ થાક્યા વગર, અટક્યા વગર ડટી રહ્યા. 


કોરોના સામે લડતનો મંત્ર, દવા પણ, કડકાઈ પણ
પીએમ મોદીએ ફરીથી કોરોના સામે લડતનો મંત્ર પણ આપ્યો તેમણે કહ્યું કે આ બધા વચ્ચે કોરોના સામે લડતનો મંત્ર જરૂર યાદ રાખો. 'દવા પણ, કડકાઈ પણ'. 


મહિલા ક્રિકેટર મિતાલી રાજનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું કે ઈન્દોરની સૌમ્યાજીનો મારે આભાર માનવાનો છે કે તેમણે એક વિષય અંગે મારું ધ્યાન આકર્ષિત કર્યું. તેનો ઉલ્લેખ મન કી બાતમાં કરવાનું કહ્યું. આ વિષય છે ભારતની ક્રિકેટર મિતાલી રાજજીનો નવો રેકોર્ડ. દસ હજાર રન બનાવનારી પહેલી મહિલા ક્રિકેટર બની છે મિતાલી રાજ. તેમને આ ઉપલબ્ધિ પર ખુબ ખુબ અભિનંદન. તેમણે કહ્યું કે આ રસપ્રદ છે કે આજ માર્ચ મહિનામાં જ્યારે આપણે મહિલા દિવસ ઉજવી રહ્યા હતા ત્યારે અનેક મહિલા ખેલાડીઓએ મેડલ્સ અને રેકોર્ડ્સ પોતાના નામે કર્યા. આજે શિક્ષણથી લઈને આંતરપ્રિન્યોરશીપ સુધી, આર્મ્ડ ફોર્સથી લઈને સાયન્સ અને ટેક્નોલોજી સુધી દરેક જગ્યાએ દેશની દીકરીઓ પોતાના અલગ ઓળખ બનાવી રહી છે.  


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube